Shree Khodiyar Chalisa by Ruchita Prajapati song Lyrics and video
Artist: | Ruchita Prajapati |
---|---|
Album: | Single |
Music: | Jayesh Sadhu |
Lyricist: | Traditional |
Label: | Meshwa Films |
Genre: | Devotional |
Release: | 2025 |
Lyrics (English)
SHREE KHODIYAR CHALISA LYRICS IN GUJARATI: શ્રી ખોડીયાર ચાલીસા, This Gujarati Devotional song is sung by Ruchita Prajapati & released by Meshwa Films. "SHREE KHODIYAR CHALISA" song was composed by Jayesh Sadhu, with lyrics written by Traditional. અનેક રૂપે અવતરી ભોમ ઉતારણ ભાર આવી શક્તિ ઈશ્વરી ખમકારી ખોડિયાર જગત જનેતા આપ છો દયાળુ ને દાતાર ભવસાગર થકી તરવા ખોડલ એક આધાર નવ ખંડોમાં નેજા ફરકે દશે દિશાએ તારા નામ ભક્તો તણી પ્રતિપાલ છે તું ખમકારી ખોડિયાર ગળધરે પરથમ વાસ કર્યો પ્રગટ્યા શક્તિ અવતાર દર્શન દીધા રા’નવઘણને ખમકારી ખોડિયાર જય હો ખોડિયાર માઁ જય હો ખોડિયાર માઁ જય જય ખોડિયાર માઁ જય જય ખોડિયાર માઁ તું તાંતણિયા ધરાવાળી દર્શનથી સુખ દેનાર ટાળતી દુઃખ જો અનેકનાં ખમકારી ખોડિયાર સોરઠભૂમિ સોહામણી માટેલ ધરામાં વાસ મડદા તું ઉઠાડતી માઁ ખમકારી ખોડિયાર ખોડલ ખડ્ગધારી માત વિધાવડવાળી માત પરચા પૂર્યા તે ઘણા થઈ જગતમાં વિખ્યાત ડુંગરે ડુંગરે દીવા બળે તારા માઁ ખોડિયાર ત્રિશૂળ તેજસ્વી હાથમાં દિવ્ય જેનો ચમકાર જય હો ખોડિયાર માઁ જય હો ખોડિયાર માઁ જય જય ખોડિયાર માઁ જય જય ખોડિયાર માઁ ત્રિશૂળધારિણી ખોડલી કરતી તું ખમકાર લોબડીઆળી આઈ તું સહુને સુખ દેનાર મગર ઉપર સવારી કરી પધારે ખોડલ માત જે ભાવે જે જે ભજે તેને દર્શન દે સાક્ષાત ધરા ધરામાં વાસ તારો ત્રિશૂળ કર્યું નિશાન ગિરિ ડુંગરે વાસ તારો પરચા તારા મહાન વાંઝિયામેણું ટાળવા અવતર્યાં ચારણ ધેર કર્યો માઁ તે કુળ ઉદ્ધાર ખમકારી ખોડિયાર જય હો ખોડિયાએ માઁ જય હો ખોડિયાર માઁ જય જય ખોડિયાએ માઁ જય જય ખોડિયાર માઁ જન્મ્યાં મોમડિયાને ધેર છ બહેનોની સંગાથ લોકો ખોડી કેતા તને પણ થઈ તું જગ વિખ્યાત ખોડલ કેરી સહાયથી વરુડી કરતી કાજ પરચા કઈ જોવા મળ્યા રા’નવઘણને સાચ ખોડલ કેરી સહાયથી જો દરિયો ઓળંગાય સમરે જે જે ભાવથી કામ તેનાં સફળ થાય દર્શન દીધાં રાયને ખોડલ માઁ એ સાક્ષાત ધન્ય બની ગયું જીવન જગમાં થયો વિખ્યાત જય હો ખોડિયાર માઁ જય હો ખોડિયાર માઁ જય જય ખોડિયાર માઁ જય જય ખોડિયાર માઁ ત્રણ વરસની ઉંમરે પરચા પૂરતી માય હતી વરોળી વાંઝણી થઈ દુઝતી ગાય સોના રુપાની છડી પર લાલ ધજા અનુપમ પૂજે ખોડિયાર માતને વલ્લભીપુરના ભૂપ ખોડલ કેરી કૃપાએ નિરોગી થયો રાજકુમાર રોગ-દોષ સૌ ચાલી ગયા થયુ મુખ તેજ અંબાર શિહોર કેરા ડુંગરે કર્યો ખોડલ વાસ રંક રાય સૌ નમન કરે માઁ પુરે સૌની આશ જય હો ખોડિયાર માઁ જય હો ખોડિયાર માઁ જય જય ખોડિયાર માઁ જય જય ખોડિયાર માઁ નેક ટેક વ્રત શ્રદ્ધાથી મેં’રબાન ખોડલ થાય પંગો વરજાંગ સુતને જો ચડાવ્યો ડૂંગર ક્ષણમાંય એ પ્રતાપી માઁ ખોડલે કર્યો પ્રચંડ પડકાર ધુણાવ્યો ધુંધળીનાથને પરચાળી તું ખોડિયાર એ ધૂણે મંડયો ધુણવા ધુંધળી જોગંદર માઁ એ વગડાવ્યાં ડાકલાં ધૂણે ધાંધલપર કોળાભા સદ્ભાગી કમળાઈ ડુંગર નું નામ દર્શનથી દુઃખડાં ટળે માઁ ખોડિયાર નું ધામ જય હો ખોડિયાર માઁ જય હો ખોડિયાર માઁ જય જય ખોડિયાર માઁ જય જય ખોડિયાર માઁ હઠીસિંગ કુમતિયો થયો અત્યાચાર કર્યા અમાપ માઁ કન્યાએ તવ કૃપાથી ભસ્મી કીધો એ ભૂપ તાંતણિયા ધરા પાસે ખોડલે કર્યા ધામ ભાવનગર નૃપતિઓનાં માઁ કરતી સદા કામ ચિંતા વિઘ્ન વિનાશિની ત્રિશૂળ હસ્ત ધરંત હે ખોડલ માઁ દયાળી તુ ભક્ત રક્ષા કરંત માઁ ખોડલ માઁ દયાળી જેને કરતી સહાય શરણાગત રક્ષા નિત જોને કરતી માય જય હો ખોડિયાર માઁ જય હો ખોડિયાર માઁ જય જય ખોડિયાર માઁ જય જય ખોડિયાર માઁ અંધને દેખતાં કરે વાંઝિયાને આપે બાળ પરચા અપરંપાર ખોડલ તું છે દિનદયાળ ખોડલ ખોડલ જે કહે ને ધરે નિરંતર ધ્યાન તેની સહાયે સર્વદા રહે તું ખોડલ માત દીનવત્સલ ખોડિયારની કૃપા નજર જો થાય તો તૃણનો મેરુ બને મૂંગો મંગળ ગાય મોમડિયાની બાળને ભજતાં પાતક જાય પાપ સરવ તેનાં ટળે જીવન ઉન્નત થાય જય હો ખોડિયાર માઁ જય હો ખોડિયાર માઁ જય જય ખોડિયાર માઁ જય જય ખોડિયાર માઁ ભારતલીરીક્સ.કોમ આધિ વ્યાધિ સહુ ટળે ખોડલને દરબાર આશા સહુ પૂરી કરે ખમકારી ખોડિયાર ધાબડીયાળી માવડી ખપ્પરવાળી ખોડિયાર ખમકારો જો કરે તો ભવનાં દુઃખડાં જાય ખોડલ સૌની માવડી સંકટે કરે સહાય તેને ભરોસે નાવડી ઊતરે પાર સદાય સહાય જેને ખોડિયારની મનસા પૂરણ થાય હર પળે હાજર રહે એ ખમકારી ખોડલ માય જય હો ખોડિયાર માઁ જય હો ખોડિયાર માઁ જય જય ખોડિયાર માઁ જય જય ખોડિયાર માઁ લંગડા બને સાજા નરવાં માઁ ખોડલને પ્રતાપ રોગી કઈક થાય નિરોગી માઁ ખોડલને પ્રતાપ લૂલાં લંગડા ને દુ:ખીયા આવતા માઁ ને દ્વાર હેતથી હસી રાજી કરી ખોડલ કરતી વહાર ખોડલ સૌની માવડી વિપત્તે કરજે સહાય બિરુદ તારુ જાય ના ભરજે ન પાછો પાય માઁ ની લીલાનો નહિ પાર જેના ઠેર ઠેર ધામ માઁ ના ગુણ ગાવાનો નહીં પાર સર્વ હૈયે એનુ નામ Anek rupe avtaru bhom utaran bhar Aavi shakti khamkhari khodiyar Jagat janeta aap cho dayalu ne daatar Bhavsagar thaki tarva khodal ek aadhar Nav khando ma neja farke dashe disha ae tara naam Bhakto tani pratipal che tu khamkari khodiyar Gaddhare partham vaas karyo pragtya shakti avtar bharatlyrics.com Jay ho khodiyar maa jay ho khodiyar maa Jay jay khodiyar maa jay jay khodiyar maa Tu tatniya dharawali darshan thi sukh denar Taldti dukh jo anek na khamkari khodiyar Sorathbhumi sohamani matel dhara ma vaas Madda tu uthadti maa khamkari khodiyar Khodal khadagdhari maat vidhavadwali maat Parcha purya te ghana thai jagat ma vikhyat Dungare dungare diwa bale tara maa khodiyar Trishul tejasvi haath ma divya jeno chamkar Jay ho khodiyar maa jay ho khodiyar maa Jay jay khodiyar maa jay jay khodiyar maa Trishuldharini khodali karti tu khamkar Lobadiyadi aai tu sahu ne sukh denar Magar upar sawari kari padhare khodal maat Je bhave je je bhaje tene darshan de sakshat Dhara dhara ma vaas taro trishul karyu nishan Giri dungare vaas taro parcha tara mahan Vajhiyamenu tadva avtarya charan gher Karya maa te kul uddhar khamkari khodiyar Jay ho khodiyar maa jay ho khodiyar maa Jay jay khodiyar maa jay jay khodiyar maa Janmya momdiya ne gher chh baheno ni sangath Loko khodi keta tane pan thai tu jagat vikhyat Khodal keri sahay thi varudi karti kaaj Parcha kai jova madya ra navdhan ne saach Khodal keri sahay thi jo dariyo odangay Samre je je bhaav thi kaam tena safal thay Darshan didha ray ne khodal maa ae sakshat Dhanya bani gayu jivan jag ma thayo vikhyat Jay ho khodiyar maa jay ho khodiyar maa Jay jay khodiyar maa jay jay khodiyar maa Tran varas ni umare parcha purti maay Hati varodi vanzani thai dujati gaay Sona rupani chadi par laal dhaja anupam Puje khodiyar maat ne vallabhipur na bhup Khodal keri krupa ae nirogi thayo rajkumar Rog dosh sau chali gaya thayu mukh tej ambaar Sihor kera dungare karyo khodal vaas Rank raay sau naman kare maa pure sauni aash Jay ho khodiyar maa jay ho khodiyar maa Jay jay khodiyar maa jay jay khodiyar maa Nek tek vrat sraddha thi mehrabaan khodal thay Pango varjang sutane jo chadavyo dungar khshanmay Ae pratapi maa khodale karyo prachand padkar Dhunavyo dhundhadinath ne parchali tu khodiyar Ae dhune mandyo dhunva dhundhdi jogandar Maa ae vagdavya dakla dhune dhandhalpar Kodabha sadbhaagi kamdai dungar nu naam Darshan thi dukhda tale maa khodiyar nu dhaam Jay ho khodiyar maa jay ho khodiyar maa Jay jay khodiyar maa jay jay khodiyar maa Hathisingh kumatiyo thayo atyachar karyo amaap Maa kanya ae tav krupa thi bhashmi kidho ae bhup Tataniya dhara pase khodale karyo dhaam Bhavnagar nrupatiyo na maa karti sada kaam Chinta vighn vinashini trishul hast dharant He khodal maa dayali tu bhakt raksha karat Maa khodal maa dayali jene karti sahay Sarnagat raksha nit jone karti maay Jay ho khodiyar maa jay ho khodiyar maa Jay jay khodiyar maa jay jay khodiyar maa Andh ne dekhta kare vanzhiya ne aap baal Parcha aprampar khodal tu che dindayal Khodal khodal je kahe ne dhare nirantar dhyan Teni sahaye sarvda rahe tu khodal maat Dinvastsal khodiyar ni krupa najar jo thay To tan no meru bane mungo mangal gaay Momdiyani baal ne bhajta patak jaay Paap sarav tena tale jivan unnat thay Jay ho khodiyar maa jay ho khodiyar maa Jay jay khodiyar maa jay jay khodiyar maa Aadhi vyadhi sahu tale khodal ne darbar Aasha sahu puri kare khamkari khodiyar Dhabadiyawali mavadi khapparwali khodiyar Khamkari jo kare to bhav na dukhda jay Khodal sauni mavadi sankate kare sahay Tene bharose navadi utare paar saday Sahay jene khodiyar ni mansa puran thay Har pale hajar rahe ae khamkari khodal maay Jay ho khodiyar maa jay ho khodiyar maa Jay jay khodiyar maa jay jay khodiyar maa Langada bane saja narva maa khodal ne pratap Rogi kaik thay nirogi maa khodal ne pratap Lula langada ne dukhiya aavta maa ne dhwar Het thi hasi raji kari khodal karti vahar Khodal sauna mavadi vipate karje sahay Birud taru jay na bharje na pacho pay Maa ni leela no nahi paar jena ther ther dhaam Maa na ghun gava no nahi paar sarve haiye enu naam Bharatlyrics.com is now on Facebook, Pinterest, Twitter and Instagram. Follow us and Stay Updated.
About: Shree Khodiyar Chalisa lyrics in Gujarati by Ruchita Prajapati, music by Jayesh Sadhu. Includes YouTube video and lyrics in multiple languages.