Shivaji Nu Halardu by Arvind Barot, Meena Patel song Lyrics and video
Artist: | Arvind Barot, Meena Patel |
---|---|
Album: | Single |
Music: | Pankaj Bhatt, Prabhat Barot |
Lyricist: | |
Label: | Shivam |
Genre: | Kids, Motivational |
Release: | 2020-01-27 |
Lyrics (English)
Shivaji Nu Halardu lyrics, the song is sung by Arvind Barot, Meena Patel from Shivam Cassettes Gujarati Music. Shivaji Nu Halardu Kids, Motivational soundtrack was composed by Pankaj Bhatt, Prabhat Barot with lyrics written by . Abhama ugel chandlo ne jijabai ne avya bad re Jijabaine avya bad Baluda ne mat hichode dhannnn dungara dole Sivajine nindaru na ave mata jijabai jhulave Ae.. petma podhin ha petma padhin hambhadeli bade ram lakhman ni vat re Siva ram lakhman ni vat Matajine mukh je di thi udi aeni ungh te di thi Sivajine nindaru na ave mata jijabai jhulave Ae.. podhjo re mara podhjo re mara bal podhilejo pet bharine aaj re Siva pet bharine aaj Kale kada judhdh khelashe suvatanu kyay n reshe Sivajine nindaru na ave mata jijabai jhulave atozlyric.com Ae…dhavjo re mara ae ji dhavjo re mara pet dhavi lejo khub drapine aaj re Siva khub drapine aaj Reshe nahi ran gheluda khava muthi dhanni veda Sivajine nindaru na ave mata jijabai jhulave Ae..peri odhi lejo peri odhi lejo patda re pida laal piroji chir re Pida lal piroji chir Kaya tari lohima nahshe dhakan te di dhal ni thashe Sivajine nindaru na ave mata jijabai jhulave Ae…dhudhra ghavni dhudhra dhavni popat lakdi fervi leje aaj re Siva fervi leje aaj Te di tare hath revani rati bambod bhavani Sivajine nindaru na ave mata jijabai jhulave Are lal kanku kero lal kanku kero chandlane bhane tanjo kesar aad re Bhale tanjo kesar aad Te di sidoriya thapa chhati mathe jhilva bapa Sivajine nindaru na ave mata jijabai jhulave Ae…aaj mata chode aaj mata chode chumiyu re bad jhiljo bevad gal re Siva jhiljo bevad gal Te di tara modhada mathe ghuvadhar top mandashe Sivajine nindaru na ave mata jijabai jhulave Ae…aaj matajini aaj mataji godma re tune hunf aave aath por re Tune hunf aavae aath por Te di kadi medhli rate vayu tadha mot na vashe Sivajine nindaru na ave mata jijabai jhulave Aaj mata deti aaj mata deti pathari re kuna fulda keri sej Aaj mata deti pathari re kuna fulda keri sej re Kuna fulda keri sej Te di tari vir pathari patharshe vish bhujadi Sivajine nindaru na ave mata jijabai jhulave Ae…aaj matajine aaj matajine khodle re tara mathda jhole jaay re Taara mathda jhole jaay Te di taare shir oshika melashe tir bandhuka Sivajine nindaru na ave mata jijabai jhulave Ae…sui leje mara sui leje mara kesari re tari hindvanu jove vat re Tari hindvanu jove vat Jagi velo av baluda mane hath bhet bandhava Jagi velo aavje vira tilu mana hath nu leva Tilu mana lohinu leva. આભમાં ઉગેલ ચાંદલો ને જીજાબાઇને આવ્યા બાળ રે જીજાબાઇને આવ્યા બાળ બાલુડા ને માત હિંચોળે ઘણણણ ડુંગરા ડોલે શિવાજીને નીંદરૂ ના’વે માતા જીજાબાઇ ઝૂલાવે એ..પેટમાં પોઢીન હા પેટમાં પોઢીન હાભળેલી બાળે રામ લખમણની વાતરે શિવા રામ લખમણની વાત માતાજીને મુખ જે દી થી ઊડી એની ઉંઘ તે દી થી શિવાજીને નીંદરૂ ના’વે માતા જીજાબાઇ ઝૂલાવે ભારતલીરીક્સ.કોમ એ..પોઢજો રે મારા પોઢજો રે મારા બાળ પોઢી લેજો પેટ ભરીને આજ રે શિવા પેટ ભરીને આજ કાલે કાળા જુધ્ધ ખેલાશે સુવાટાણું ક્યાંય ન રે’શે શિવાજીને નીંદરૂ ના’વે માતા જીજાબાઇ ઝૂલાવે એ..ધાવજો રે મારા એ જી ધાવજો રે મારા પેટ ધાવી લેજો ખૂબ ધ્રપીને આજ રે શિવા ખૂબ ધ્રપીને આજ રેશે નહીં રણ ઘેલુડા ખાવા મુઠ્ઠી ધાનની વેળા શિવાજીને નીંદરૂ ના’વે માતા જીજાબાઇ ઝૂલાવે એ..પેરી ઓઢી લેજો પેરી ઓઢી લેજો પાતળા રે પીળા લાલ પીરોજી ચીર રે પીળા લાલ પીરોજી ચીર કાયા તારી લોહીમાં ના’શે ઢાંકણ તે દી’ ઢાલનું થાશે શિવાજીને નીંદરૂ ના’વે માતા જીજાબાઇ ઝૂલાવે એ..ઘૂઘરા ધાવણી ઘૂઘરા ધાવણી પોપટ લાકડી ફેરવી લેજે આજ રે શિવા ફેરવી લેજે આજ તે દી તારે હાથ રે’વાની રાતી બંબોળ ભવાની શિવાજીને નીંદરૂ ના’વે માતા જીજાબાઇ ઝૂલાવે અરે લાલ કંકુ કેરો લાલ કંકુ કેરો ચાંદલાને ભાલે તાણજો કેસર આડ રે ભાલે તાણજો કેસર આડ તે દી તો સિંદોરિયા થાપા છાતી માથે ઝીલવા બાપા શિવાજીને નીંદરૂ ના’વે, માતા જીજાબાઇ ઝૂલાવે એ..આજ માતા ચોડે આજ માતા ચોડે ચૂમીયું રે બાળા ઝીલજો બેવડ ગાલ રે શિવા ઝીલજો બેવડ ગાલ તે દી તારા મોઢડા માથે ઘુંવાધાર તોપ મંડાશે શિવાજીને નીંદરૂ ના’વે માતા જીજાબાઇ ઝૂલાવે એ..આજ માતાજીની આજ માતાજીની ગોદમાં રે તુંને હુંફ આવે આઠે પોર રે તુંને હુંફ આવે આઠે પોર તે દી કાળી મેઘલી રાતે વાયુ ટાઢા મોતના વાશે શિવાજીને નીંદરૂ ના’વે માતા જીજાબાઇ ઝૂલાવે આજ માતા દેતી આજ માતા દેતી પાથરી રે કૂણાં ફૂલડા કેરી સેજ આજ માતા દેતી પાથરી રે કૂણાં ફૂલડા કેરી સેજ રે કૂણાં ફૂલડા કેરી સેજ તે દી તારી વીર પથારી પાથરશે વીશ ભુજાળી શિવાજીને નીંદરૂ ના’વે, માતા જીજાબાઇ ઝૂલાવે એ..આજ માતાજીને આજ માતાજીને ખોડલે તારા માથડાં ઝોલે જાય રે તારા માથડાં ઝોલે જાય તે દી તારે શિર ઓશીકાં મેલાશે તીર બંધૂકા શિવાજીને નીંદરૂ ના’વે માતા જીજાબાઇ ઝૂલાવે એ…સૂઇ લેજે મારા સૂઇ લેજે મારા કેસરી રે તારી હિંદવાણું જોવે વાટ રે તારી હિંદવાણું જોવે વાટ જાગી વે’લો આવ બાલુડા માને હાથ ભેટ બંધાવા જાગી વે’લો આવજે વીરા ટીલું માના હાથ નું લેવા ટીલું માના લોહીનું લેવા. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Shivaji Nu Halardu lyrics in Gujarati by Arvind Barot, Meena Patel, music by Pankaj Bhatt, Prabhat Barot. Includes YouTube video and lyrics in multiple languages.